ગ્રંથાલય ઉપયોગ માટેના સામાન્ય સૂચનો
★ ગ્રંથાલયમાં સંપૂર્ણ શાંતિ જાળવવી. ગ્રંથાલયના ઉપયોગકર્તાઓએ અન્ય ઉપયોગકર્તાઓને ખલેલ ના પહોંચે તેનું ધ્યાન રાખવું.
★ ગ્રંથાલયમાં પ્રવેશ માટે સમંતિ કે પરવાનગી લેવી નહીં.
★ ગ્રંથાલયમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાની મનાઈ છે.
★ ગ્રંથાલયમાં લેપટોપ કે ટેબલેટ સિવાયની અન્ય વસ્તુઓ જેવી કે બેગ, પર્સ, તેમજ ખાદ્ય સામગ્રી લાવવું નિષેધ છે.
★ ગ્રંથાલયના ઉપયોગ માટે પોતાનું આઈ - કાર્ડ સાથે લાવવું ફરજીયાત છે. આઈ - કાર્ડ જરૂરીયાત પડે અથવા તો ગંથાલય કર્મચારી દ્વારા મંગાવામાં આવે બતાવવાનું રહેશે. ગ્રંથાલયમાં આઈ-કાર્ડ સાથે ન લાવનાર ને પ્રવેશ મળશે નહીં. મુલાકાતી સભ્યએ પોતાનું કોઇપણ એક ફોટો આઈ–ડી સાથે રાખવાનું રહેશે.
★ ગ્રંથાલયમાં દરેક ઉપયોગકર્તાઓએ (સ્ટાફ સહિત) “Library Foot Fall Register - ગ્રંથાલય મુલાકાતી રજીસ્ટર” માં નોંધ કરવાની રહેશે.
★ ગ્રંથાલયના ઉપયોગકર્તાઓએ ગ્રંથાલયમાં સૂવું નહિ, થુંકવું નહિ, ધુમ્રપાન કે ગુટખા ખાવા નહિ.
★ ગ્રંથાલયના નિયમોનું પાલન કરવામાં જ શિસ્ત રહેલી છે. ગેરશિસ્ત આચરનાર વ્યક્તિ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેમજ ગ્રંથાલય સભ્યપદ રદ કરવામાં આવશે.
★ ગ્રંથાલયને લગતા સલાહસૂચનો ગ્રંથપાલ તરફથી આવકાર્ય છે તેમજ સુચનબોક્સમાં પણ નાખી શકો છો.
★ ગ્રંથાલય ઉપયોગ માટે છે તેનો મહત્તમ ઉપયોગ કરો.
ગ્રંથાલય નીતિ
સભ્ય | વાંચન વસ્તુ | સમયગાળો | જમા કરવાની તારીખ | રીન્યુ | સમય | ઓવરડયુ ચાર્જ |
વિદ્યાર્થી / મુલાકાતી વાચક | મહત્તમ 2 વાંચનસામગ્રી | 14 દિવસ માટે પુસ્તક ‘Due Date’ પહેલા કે તે દિવસે ફરજિયાતપણે રીન્યુ કે પરત કરવાનું રહેશે | Date Slip પર આપવામાં આવેલી તારીખ અનુસાર | વાંચનસામગ્રી કે પુસ્તક આરક્ષિત નહિ હોય તો મહત્તમ 2 વખત રીન્યુ કરી શકાશે | ગ્રંથાલય સમયપત્રક અનુસાર | પુસ્તક માટે રુ.2 પ્રતિદિન (રજાના દિવસો સહિત) મુલાકાતી વાચક માટે પુસ્તકદીઠ રુ.૫ પ્રતિદિન મેગેઝીન કે સામાયિક માટે રુ.3 પ્રતિદિન (રજાના દિવસો સહિત) |
AV/CD/DVD | 3 દિવસ માટે | | રીન્યુ થઇ શકશે નહિ | ગ્રંથાલય સમયપત્રક અનુસાર | રુ.2 પ્રતિદિન (રજાના દિવસો સહિત) |
સ્ટાફ | મહત્તમ 15 વાંચનસામગ્રી | 30 દિવસ માટે પુસ્તક ‘Due Date’ પહેલા કે તે દિવસે રીન્યુ કે પરત કરવાનું રહેશે | Date Slip પર આપવામાં આવેલી તારીખ અનુસાર | વાંચનસામગ્રી કે પુસ્તક આરક્ષિત નહિ હોય તો મહત્તમ 2 વખત રીન્યુ કરી શકાશે | ગ્રંથાલય સમય દરમિયાન કોઈપણ સમયે | પુસ્તક માટે રુ.2 પ્રતિદિન (રજાના દિવસો સહિત) મેગેઝીન કે સામાયિક માટે રુ.3 પ્રતિદિન (રજાના દિવસો સહિત) |
AV/CD/DVD | 3 દિવસ માટે | | રીન્યુ થઇ શકશે નહિ | ગ્રંથાલય સમય દરમિયાન કોઈપણ સમયે | રુ.2 પ્રતિદિન (રજાના દિવસો સહિત) |
★ સંદર્ભ પુસ્તકો, સામાયિકો તેમજ સમાચારપત્રો નો ઉપયોગ ગ્રંથાલય પૂરતો સીમિત રહેશે.
★ ગ્રંથાલયના સભ્યોએ ગ્રંથાલયની વાંચનસામગ્રીની કાળજી રાખવી, તેને ફાડવી નહીં, તેમાં પેન કે પેન્સિલથી લીટા પાડવા નહીં કે નિશાની કરવી નહીં. પરવાનગી સિવાય ગ્રંથાલયની કોઈપણ વાંચનસામગ્રીની ઝેરોક્ષ કરાવવી નહીં. ગ્રંથાલયની વાંચનસામગ્રીને નુકસાન પહોંચાડનાર ઉપયોગકર્તા સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેમજ નુકસાન પહોંચાડેલી વસ્તુ કે સામગ્રી ની સામે નવી તે વસ્તુ કે સામગ્રી લાવી આપવાની રહેશે અથવા તેની બે ગણી કિંમત અથવા અદ્યતન કિંમત ભરપાઈ કરી આપવાની રહેશે.
★ ગ્રંથાલયમાં ઉપયોગ માટે લીધેલું પુસ્તક કે સામાયિક તેની જગ્યા પર પરત ન મૂકવું. જે તે કબાટ માં સાઈડ ની ખાલી જગ્યામાં આડુ મૂકવું અથવા ગ્રંથપાલના ટેબલ પર મૂકવું જેથી પુસ્તક ગોઠવણની વ્યવસ્થા જાળવી શકાય.
★ ગ્રંથાલયનું સભ્યપદ અન્ય સભ્યને ફેરબદલીને પાત્ર નથી. ગ્રંથાલય સભ્યએ પોતાનાં જ કાર્ડ પર વાંચનસામગ્રીની લેવડ-દેવડ કરવાની રહેશે. અન્ય સભ્યના કાર્ડ પર વાંચનસામગ્રી ઉધારી શકાશે નહીં. તેની તકેદારી ગ્રંથાલય સભ્યએ પોતે રાખવાની રહેશે અન્યથા તેની જવાબદારી વાંચનસામગ્રી જેના કાર્ડ પર ઉધારવામાં આવી હશે તેની રહેશે.
★ જો ઉપયોગકર્તા દ્વારા પુસ્તક ગુમ થાય, ખોવાય જાય, ચોરાય જાય કે કોઈપણ પ્રકારનું નુકસાન થાય તો તેની જાણ સત્વરે ગ્રંથપાલને કરવી. આવા સંજોગોમાં નવી અદ્યતન આવૃત્તિનું પુસ્તક અથવા તે પુસ્તક ની અદ્યતન કિંમતથી બમણી કિંમત ચુકવવાની રહેશે. વિદેશી પ્રકાશનના સંજોગોમાં વિદેશી ચલણના તાજેતરના ભારતીય મૂલ્ય પ્રમાણે કિંમત ધ્યાનમાં લેવામાં આવશે.
★ ગ્રંથાલયસભ્ય જો લાંબાગાળાની રજા પર જઇ રહ્યા હોય ( 7 દિવસ કે તેથી વધુ સમય માટે ) તો ગ્રંથાલયમાંથી ઉધારેલ વાંચનસામગ્રી જમા કરવવાની રહેશે.
★ ગ્રંથાલય સભ્યપદ છોડતા સમયે “No Due Certificate” લેવું ફરજીયાત છે. આ સર્ટીફિકેટ ગ્રંથાલયની તમામ વાંચનસામગ્રી જમા કરાવ્યા બાદ જ મળશે.